ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ આપઘાત માટે જાણીતો બન્યો છે.આજરોજ બપોર બાદ વધુ એક યુવતીએ બ્રિજ પરથી નદીમાં ભૂસકો માર્યો હતો.જો કે યુવતીના ભૂસકાને પગલે નજીકમાં માછી મારી કરી રહેલ નાવિકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી યુવતીને બચાવી તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.