થોડા દિવસો પહેલા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આગામી દિવસોમાં આવનારી નવરાત્રિના આયોજન અંગેના બોર્ડ, બેનરો, પોસ્ટરો ફાડી નાખવાની ઘટના બની હતી, જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જે અંગે પોલીસ દ્વારા દક્ષેશ હેમેન્દ્રભાઈ શાહ નામના ઈસમને ધરપકડ કરી છે. આ ઈસમ ભાવનગર શહેરના વેલેન્ટાઇન સર્કલ, હિમાલયા મોલ , નીલમબાગ સર્કલ, સરદાર નગર વિસ્તારમાંથી જુદા જુદા ખાનગી ગરબા આયોજનના બેનરો, પોસ્ટરો ફાડી નાખ્યા હતા.