અમરોલી પોલીસ સ્ટેશનમાં જ સસરા દ્વારા જ જમાઈ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.હુમલાની આ ઘટના માં સસરા ની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.જે અંગે ડીસીપી લખધીર સિંહ ઝાલાએ કાર્યવાહી મુદ્દે વધુ જાણકારી આપી હતી.તેઓએ જણાવ્યું કે,પાંચ મહિના પહેલા જ યુવતીએ નજીકમાં રહેતા સાગર નામના યુવક જોડે કોર્ટ મેરેજ કર્યા હતા.યુવતી પિતાના ઘરે આવી હતી.જે બાદ પેટમાં દુખાવો ઉપડતા ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું.જે નહીં રાખવા પિતાએ ઠપકો આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.