જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોડી રાત્રે માતરના બરોડા અને પાલ્લા ગામની મુલાકાતે.કલેકટરશ્રી દ્વારા તમામ જિલ્લાના નાગરિકોને સાવચેત રહેવા કરાયો અનુરોધ.ખેડા જિલ્લામાં વરસતા વરસાદને કારણે તથા ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં સાબરમતી અને વાત્રક નદીમાં પાણી છોડવાની શક્યતા ઊભી થઈ છે. આપરિસ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રી અમિત પ્રકાશયાદવ અને જિલ્લા વિકાસઅધિકારી શ્રી જયંત કિશોરે મોડી રાત્રે માતર તાલુકાના નદીકાંઠાના ગામોની મુલાકાત લીધી.