માંગરોળ તાલુકાના વાંકલ ગામે પોલીસ સ્ટેશન રોડ પર આવેલ અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દુકાનના માલિક ઉમેશચંદ્ર છગનલાલ સોની સવારે દુકાને આવ્યા હતા ત્યારે દુકાનના સીસીટીવી કેમેરા જોતા ચોરીના નિષ્ફળ પ્રયાસ ની ઘટના તેમણે કેમેરામાં જોઈ હતી આ બનાવ બાદ દુકાન માલિક દ્વારા અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે