જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ અને ઉના તાલુકાના વાવરડા ગામે કાર્યવાહી કરવામાં આવી.વેરાવળ અને ઉના તાલુકામાં બિનઅધિકૃત લાઈમસ્ટોન ખનીજના વહન અને ખનન સામે તંત્રની કાર્યવાહી.ઉનામાં 3 ચકરડીઓ તેમજ 1 જનરેટર મશીન સીઝ.વેરાવળમાંથી 4 વાહનની અટકાયત કરી રૂ.3.32 લાખનો દંડની વસૂલાત થઈ.