રાણપુર તાલુકાના રામપરા ગામે અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી રામપરા ગામે રહેતા વ્યક્તિના ઘરે આવી ચાર વ્યક્તિઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ મહિલા પર તલવાર વડે હુમલો કરતા મહિલા અને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારે મહિલાના પરિવારજનો દ્વારા ચાર વ્યક્તિ વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી