માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેળવણીની કેડીએ વિચારગોષ્ટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવદ ગીતા દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ, ગુણવત્તાલક્ષી શિક્ષણમાં શિક્ષક અને સમાજની સહયોગીતા વિષય પર સત્ર યોજાયા હતા.