ગોધરા તાલુકાના મહુલિયા ગામે આવેલા થાણા ફળિયામાં રહેતા 24 વર્ષીય અલકાબેન નિલેશભાઈ પટેલે પોતાના જ ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જે ઘટનાની જાણ થતા જ પરિણીતાને તાબડતોબ ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં પરિણીતાનું ગત તા 24 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું, સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.