ગોધરા ખાતે પંચમહાલ પોલીસ પરિવાર તથા ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ રેલી યોજાઈ. રેલીની શરૂઆત સરદારનગર ખંડથી થઈ અને પોલીસ ચોકી નંબર 7 પર સમાપ્ત થઈ. વિદ્યાર્થીઓ તથા પોલીસ પરિવારના સભ્યોએ હાથમાં બેનર, પેમ્ફ્લેટ અને ટ્રાફિક નિયમો સંબંધિત પ્લેકાર્ડ લઈને નારા લગાવ્યા. રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો હતો. અંતે પોલીસ અધિકારીઓએ સંદેશ આપ્યો કે નિયમોનું પાલન અકસ્માત અટકાવશે તથા જીવન સુરક્ષિત બનાવશે