વડોદરા : ગણેશ વિસર્જનને લઈ પોલીસે એક્શન પ્લાન ઘડયો છે.શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી એસપી,ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને 109 જેટલા પીઆઈ,210 જેટલા સબ ઇન્સ્પેક્ટર પણ આવશે.કુલ 3 હજાર પોલીસ અધિકારીઓ 1500 ઉપરાંત હોમગાર્ડના જવાનો ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે જે રીતે એસઆરપી, એસએપીએફ,રેફ,સીઆરપીએફ અને બીએસએફની કુલ નવ કંપનીઓ વિશેષ રીતે વિસર્જન સમયે શહેર પોલીસની મદદમાં રહેશે.આ અંગે વધુ માહિતી પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે આપી હતી.