ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર આવેલ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવો રોડ બનાવતી વખતે ગટરની લાઈન નાની નાખવામાં આવતા પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવી છે.