રખિયાલ પોલીસ હીરાતળાવ ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતી. તે દરમ્યાન એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર બાયડ તરફથી આવતી હતી. જેને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી હતી. ચાલક કાર હીરાતળાવ ચોકડીથી શિયાવાડા ગામ તરફ મૂકી ભાગી ગયો હતો. જે બાદ પોલીસે તપાસ કરતા કારમાંથી 266640ની કિંમતની 1008 વિદેશી દારૂ, બિયરની બોટલો મળી આવી હતી.