પાવાગઢ ખાતે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય મંદિરમા દર્શનના સમયમા ફેરફાર કરવામા આવ્યો છે આ ઉપરાંત નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બપોર બાદ બંધ થશે જે બીજા દિવસે સવારે 6 કલાકે ભક્તોના દર્શન સાથે ખુલ્લા મુકવામાં આવશે.તા.7 સપ્ટેમ્બર રવિવારના રોજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોય માં કાલિકાના નીજ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની ભક્તોએ નોંધ લેવી તેમ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાઈ રહ્યું છે.