ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા એ જિલ્લા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું હતું,કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ નેશનલ હાઇવે નંબર-૫૬ ઉપર મધ્યપ્રદેશને જોડતો મુખ્ય અને એકમાત્ર રોડ ઉપર છોટાઉદેપુર થી અલીરાજપુર તરફ જતાં અલીરાજપુર નાકા સ્મશાન પાસે આવેલ ઓરસંગ નદી પરનો બ્રીજ તથા સ્ટેટ હાઇવે છોટાઉદેપુર થી કવાંટ તરફ જતાં ઓરસંગ નદી પર આવેલ બ્રીજ તથા ડુંગરગામ જતો બ્રીજ હાલમાં જર્જરીત હાલતમાં હોય, અને ગમે ત્યારે અકસ્માત થવાનો કે બ્રીજ પડી જવાનો ભય રહેલો છે.