અમરેલી જિલ્લાના બરવાળા ગામે મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ,કારણ અકબંધ અમરેલી જિલ્લાના જામબરવાળા ગામે આજે બપોરે ત્રણ કલાક ની આસપાસ સુમિત્રાબેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. અચાનક તબિયત બગડતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.....