સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આશાવર્કર બહેનોની પડતર માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં છેલ્લા ઘણા સમયથી કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેને ધ્યાને લઈ જીલ્લાભરની આશાવર્કર બહેનોએ રેલી યોજી જીલ્લા કલેક્ટરને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.