ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર એસોજી પોલીસ મથકની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાઘાવાડી થી ભાંગલીગેટ તરફ જવાના રોડ પર એક શંકાસ્પદ વસ્તુઓ સાથે હોય, જે અંગે પોલીસે યશભાઈ નામના શખ્સને ઝડપી તેની તલાસી લેતા શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે યશભાઈ મહેતા નામના ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.