બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે છેલ્લા કેટલાક સમયથી મુખ્ય રોડ ઉપર અને જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણો ખડકવામાં આવેલા હતા જેને લઈને વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે પાળીયાદ ગ્રામ પંચાયત દ્વારા પાળીયાદ ગામમાં મુખ્ય બજાર અને જાહેર માર્ગો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા લારી-ગલ્લા સહિત રોડ ઉપર જે દબાણ કરવામાં આવેલા હતા તે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામા આવી હતી.