સણાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ યુવક મંડળ દ્વારા ભોજન પ્રસાદ સાથે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવંત ૨૦૮૧ ભાદરવા સુદ ૮ ની રાત્રે ભજન સંતવાણી રાખવામાં આવેલ. આ ભજન સત્સંગમાં સણાવ ડાઉવા ચીભડા કોતરવાડા વગેરે ગામોમાંથી ભક્ત જનો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી. જેના બીજા દિવસે એટલે નોમના દિવસે રામાપીરનો મહામેળો ભરાયો હતો જેમાં દુર દુરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને રામપીરના દર્શન કર્યા હતા