આજે સાંજે 6:00 વાગ્યાની આસપાસ પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશકુમાર ઝાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ માટે હેલ્પલાઇન નંબર 112ની સેવા શરૂ કરવામાં આવી છે. માત્ર 112 ડાયલ કરવાથી મહિલા હેલ્પલાઇન, ફાયર, પોલીસ, ડિઝાસ્ટર જેવી તમામ પ્રકારની સુવિધાઓ જરૂરિયાત મંદોને મળશે. આ માટે રાજકોટ શહેરમાં 31 વ્હીકલો ફાળવવામાં આવ્યા છે.