ત્રણ મુકુટનો આ અનોખો પ્રયોગ સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી વિશેષ મૂર્તિ પર શોભી રહ્યો છે. દોઢ ફૂટ પહોળાઈ અને બે ફૂટ ઊંચાઈ ધરાવતા મુકુટને મેડો, ચેરી, તલ, ઘઉંનો લોટ તથા બેકરીની વિવિધ વાનગીઓથી તૈયાર કરવામાં આવ્યા છે. આ અનોખા મુકુટથી ગણેશજીની મૂર્તિને સજાવીને વિશ્વ રેકોર્ડ માટે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે.