શ્રાવણ મહિનાના છેલ્લા સપ્તાહમા વાસુરણા સહિત આજુ બાજુના અલગ અલગ ગામોમાંથી ભજન મંડળી દ્વારા ભજન, સત્સંગ, હરિપાઠનુ આયોજન કરવામા આવ્યુ હતુ. દરમિયાન સત્સંગ, સમર્પણ તથા સંગીતના માધ્યમથી નાના બાળકો અને ભૂલકાઓને અલગ અલગ રમતોના સથવારે વન ભોજન તથા જરૂરિયાત પ્રમાણે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. શહેરી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિના કલાકારોને ભેગા કરી એકબીજાની સંસ્કૃતિને સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો.