ભાવનગર શહેરના તરસમિયા ખાતે ટાઉન હોલનું ખાતમુહર્ત કરાયું હતું. આશરે 2.50 કરોડનો ખર્ચો કરી અલીશાન ટાઉન હોલ ઉભો કરી દેવામાં આવ્યો છે. પરંતુ તૈયાર થઇ ગયાને 10 મહિના વીતવા છતાં લોકાર્પણ કરવામાં આવતું નથી. ત્યારે લોકાર્પણ પહેલા જ બાઉન્ટ્રી ફરતે લગાવવામાં આવેલી ગ્રીલ, લાઈટ તૂટેલી જોવા મળી છે. જ્યારે કમ્પાઉન્ડમાં જ્યાં ત્યાં બાવળો ઉગી નિકળ્યા છે. ત્યારે વધુ બિસ્માર બને તે પહેલા લોકાર્પણ નહી કરાય તો કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.