ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. લુમ્સ ખાતામાં કામ કરતી મહિલા કર્મચારી પર રવિવારે સવારે એકાએક કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતા મહિલા કર્મચારી નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.જ્યાં બનાવની જાણ થતા પરિવાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.જ્યાં ઘટના અંગેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી.