તાપી જિલ્લાના ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા,હાઈડ્રો વાટે છોડાય રહ્યું છે પાણી.તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કાંઠા ના લોકોમાં રાહત જોવા મળી છે.શનિવારના રોજ 5 કલાકે ઉકાઈ ડેમની સપાટી 335.34 ફૂટ પર પોહચી છે.જ્યારે ઉપરવાસ માંથી 55 હજાર 177 ક્યુસેક પાણી આવતા ડેમના સત્તાધીશો દ્વારા હાઈડ્રો યુનિટ મારફતે 23 હજાર 492 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.