નગડીયા ગામના કેશુભાઈ અરભમભાઈ સુંડાવદરા એ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી વર્ષ 2019 માં રૂપિયા દસ લાખ 10 ટકાના માસિક દરે લીધા હતા અને તેની બદલીમાં પેનલ્ટી સહીત રૂપિયા 46 લાખ કરતા પણ વધુ રકમ ચૂકવી દીધી હતી તેમ છતા સંજય કટારા, તેની સાથે કામ કરતો ઇન્દુબાપુ, કિસ્મત મોરી,અર્જુન મકવાણા ધમકી આપી હતી.