ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઉના પેટાવિભાગ હસ્તકના રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.વરસાદે વિરામ લેતાં જ માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલા વિવિધ રસ્તાનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે.આ કામગીરી અન્વયે ઉના પેટાવિભાગ હસ્તક આવતા તપોવન એપ્રોચ રોડના પેચ વર્કની કામગીરી ચાલુ કરવામાં આવી છે.