વાંસદા તાલુકાના બારતાડ ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી બોલાચાલી બાદ બીજા દિવસે સાંજે કાકા બળીયા મંદિર નજીક બે જૂથોમાં ગંભીર અથડામણ થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રીષભભાઇ મીનુભાઇ દવીયરવાલા પોતાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે હંકારી શોભાયાત્રામાં ઘુસાડતા શોભાયાત્રામાં હાજર લોકોએ ગાડી ધીમે ચલાવવા જણાવ્યું હતું. બાદમાં બોલાચાલી વધતાં રીષભભાઇ પોતાના સાથીઓ સાથે ફરી આવ્યા અને લાકડાના ફટકાં વડે હુમલો કર્યો. આ ઘટનામાં સામસામેફરિયાદ નોંધાઈ છે