સાણંદ નગરપાલિકા હોલ ખાતે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.