માંગરોળ તાલુકાના કોસાડી ગામે રેલવે તંત્ર દ્વારા નાના સાંકડા અંદર પાસ બનાવવા ની પ્રક્રિયા સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ કોસાડી ગામના લોકોએ રેલવે તંત્ર સામે વિરોધ કર્યો છે રેલવે તંત્ર દ્વારા ગામના પ્રવેશ દ્વાર પર નાના અને સાંકડા અંડર પાસ બનાવવાની પ્રક્રિયા થઈ રહી છે જેથી ગ્રામજનો એ ઊંચાઈ અને પહોળાઈ વાળા અંડર પાસ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે