ભાવનગરના ચિત્રા વિસ્તારના ખોડીયારચોક મફતનગરમાં પિતા-પુત્ર પર હુમલો.ચિત્રા બેંક કોલોનીના રહેવાસી રાજુભાઈ ચોસલા અને તેમના પિતા હીરાભાઈ ચોસલા પર સ્કોર્પિયો કારમાં આવેલા ટકી અને તેના સાથીદારો દ્વારા તિક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને 108 મારફતે સર્ટી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં બોરતળાવ પોલીસ તપાસમાં લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ દ્વારા વિસ્તારમાં ગેરપ્રવૃત્તિ અને માથાકૂટ થતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.