વડોદરા : આજથી વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ થયું છે.અનેકો મુદ્દે આજે વિધાનસભા ચોમાસુ સત્ર ગાજશે.ત્યારે,વડોદરા સેન્ટ્રલ જેલથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ચોમાસુ સત્ર માટે રવાના થયા હતા.શરતી જમીન મળતા સેન્ટ્રલ જેલથી વિધાનસભા ચોમાસુ સત્ર માટે રવાના થયા હતા.તે પૂર્વે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં તેમના શુભ ચિંતક સેન્ટ્રલ જેલ બહાર હાજર રહી તેમની મુલાકાત લીધી હતી.