રવિવારના 6:15 કલાકે બનેલી ઘટના મુજબ વલસાડના છીપવાડ ગરનાળા પાસે બાજુમાં આવેલા ટેકરાવાળા રોડ ઉપરથી એસટી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસમાં ખામી સર્જાતા બસ અધવચ્ચે અટકી ગઈ હતી. જેના કારણે બસ પાછળ આવી રહેલી 108 અને અન્ય વાહનોના ચાલકો અને બસમાં બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. અને ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.