ખેરોજ-પોશીના માર્ગો પર હાલના દિવસોમાં હજારો ની સંખ્યામાં માઁ અંબાના ધામ એવા અંબાજી ખાતે પદયાત્રીઓ માઁ ના રથ લઈ ને જાય છે. ત્યારે રાત્રિના સમયે પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે જેને લઈને ગતરાત્રીએ અંદાજીત 1 વાગ્યા ની આસપાસ ખેરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ન થાય અને પદયાત્રીઓ ને કોઈ તકલીફ ન પડે અને રસ્તાની બાજુમાં ચાલે જેને લઈ ને ખેરોજ પોલીસ ખડેપગે જોવા મળી હતી.ત્યારે ખેરોજ પોલીસે મધરાત્રીએ પણ પદયાત્રીઓ માટે ખડેપગે રહી માર્ગો પર સુંદર વ્યવસ્થા કરી હતી.