મુંબઇમાં રહેતા ડીપંલ જતીન પટેલના સસરાનું નિધન થતા તેઓ અબદાસા ખાતે પતિ સાથે ગયા હતા.જેઓ ત્યાંથી અંતિમ વિધિ પૂર્ણ કરી પતિ,સાસુ,જીજાજી અને તેઓના પિતા સાથે મુંબઇ ખાતે જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન અંકલેશ્વર આવતા પહેલા મહિલા મુસાફરના ઊંઘનો લાભ લઇ પર્સમાં રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 6.75 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો.ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.