તાપી જિલ્લાના ઓડિટોરિયમ હોલમાં આદિમજૂથની મહિલાઓ માટે સિકલસેલ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી 2 કલાકે મળતી વિગત મુજબ જિલ્લાના સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં આદિમજૂથ ની મહિલાઓ માટે સિકલસેલ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં સિકલસેલ મુદ્દે વિવિધ મુદ્દા પર માહિતી આપવામાં આવી હતી.