જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 5 માં મેઈન રોડ પર રાતે એક ઝાડ વરસાદી વાતાવરણ અને પવનના કારણે ધરાસાઈ થઈ ગયું હતું. જેની નીચે એક રિક્ષા દબાઈ હતી. આ સમયે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સુભાષ જોષી તરત જ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સૌ પ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાના રાકેશ ગોકાણી સહિતની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી