આદિપુરમાં એક ડ્રાઇવરે પોતાના શેઠ પાસેથી લગ્ન માટે લીધેલા પૈસા પરત ન આપતાં તેની સામે રૂપિયા 6,93,000ની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આદિપુર વોર્ડ-3એમાં રહેતા અને રાધેક્રિષ્ના બિલ્ડર્સ તથા રાધેક્રિષ્ના એન્જિનીયરિંગ નામની કન્સ્ટ્રક્શન પેઢી ચલાવતા સુનીલ મોહન હડિયાએ આ ફરિયાદ આદિપુર પોલીસ સ્ટેશને નોંધાવી છે.