પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ શહેરામાં દૂધાળા દેવ ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. ભારેભક્તિ પૂર્વક નગરના માર્ગો પર શોભાયાત્રા ફેરવી ૧૦૦ ઉપરાંત નાના-મોટી શ્રીજીની પ્રતિમાનું મુખ્ય તળાવમાં વિસર્જન કરાયું.કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૨૦૦ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિસર્જન રૂટ પર બોડી બોર્ન કેમેરા સાથે તૈનાત રહ્યા હતા.આ દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસર્જન યાત્રાના રૂટ પર પોલીસ તૈનાત રહી હતી.