હાલોલના કસ્બા વિસ્તારમાં આવેલ દુકાનમાં તા.9 સપ્ટેમ્બર મંગળવારના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં ચેકડ કિલબેક નામનો સાપ ઘૂસી જતા ફફડાટ ફેલાયો હતો જ્યારે આ બાબતની જાણ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને વાય કે પટેલ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી સાપનુ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ જ્યારે આ સાપનું રેસ્ક્યુ કરતા ત્યાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો