વિજાપુર રણાસણ આશ્રમ ચોકડી આવેલ હોટલ રોયલ ગોલ્ડ ના મેનેજરે પોકસો ના આરોપીનો રોકાણ સમયે આધાર પુરાવા નહિ લેતા અને આરોપીને રૂમ ભાડે આપ્યું હોવાનું પોલીસે કરેલ રજીસ્ટર ની ચેકીંગ માં બહાર આવ્યું હતુ. મેનેજરે આરોપીનો કોઈ આધાર પુરાવા નહિ લઈ અને તે જગ્યાએ બીજાના નામ વાળો આધાર પુરાવો નીકળતા પોલીસ અધિકારીએ આજરોજ રવિવારે સાંજે ચાર કલાકે હોટલ ના મેનેજર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.