સંતોષ ટેક્સટાઇલ મિલમાં પહેલી તારીખે ડ્રમ વોશર મશીનમાં બ્લાસ્ટ થયો હતો જેમાં બે લોકોના મોત બાદ બીજા દિવસે એકનું મોત નીપજ્યું હતું જ્યારે ઘટનાના 7 માં દિવસે રવિવારે બપોરે 35 વર્ષીય જોગેન્દ્ર મુન્નીલાલ પ્રજાપતિ, અને 28 વર્ષીય પ્રિતિસિંગ નાગેંદ્રસિંગ રાજપુત અને મોડી રાત્રે 30 વર્ષીય સુષ્મા ગણેશ મિશ્રા, નું મોત નીપજયુ હતું જ્યારે આજે સોમવારે બપોરે વધુ એક 24 વર્ષીય આશાસ્પદ યુવાન મુન્ના વિશ્વનાથ દાસ નું મોત થતા આંક 7 ઉપર પહોંચ્યો