તાપી જિલ્લાના વ્યારા શહેર સહિત જિલ્લામાં અંદાજે 700 થી વધુ નાનીમોટી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું.તાપી જિલ્લાના ગણેશ આયોજકો પાસેથી બુધવારના રોજ 12 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેર તેમજ જિલ્લાના અલગ અલગ તાલુકામાં શ્રીજી પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે 700 થી વધુ નાનીમોટી પ્રતિમા નું સ્થાપન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ મંડળો આકર્ષણ ના કેન્દ્રો બની રહેશે.