વ્યારા નગર પાલિકાના સાંસ્કૃતિક ચેરમેને જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો.વ્યારા નગર પાલિકાના સાંસ્કૃતિક વિભાગના ચેરમેન દ્રષ્ટિબેન જોશી દ્વારા પોલીસ વડા ને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં નવરાત્રિ ના તહેવાર માં ગેસ્ટ હાઉસ માં એક બે કલાક માટે રૂમો ભાડે આપવામાં નહીં આવે અને છોકરા છોકરીઓના આધારકાર્ડ સહિતની ખરાઈ કરવામાં આવે સહિતના મુદ્દે પત્ર લખી રજૂઆત કરાઈ છે.જે અંગે બુધવારના રોજ 2 કલાકે માહિતી મળી હતી.