વાલિયા તાલુકામાં હાલ ગણેશ ઉત્સવને લઈ આજુબાજુ ગામના યુવાનો અને મંડળો દ્વારા જાહેર માર્ગ ઉપર વાહન ચાલકો પાસે ફાળો ઉઘરાવવામાં આવે છે.ત્યારે ગતરોજ સાંજના સમયે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી જી.ઇ.બી.પાસે ગણપતિના ફાળો ઉઘરાવતા ચાર યુવાનોને પીકઅપ ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.