જિલ્લા કક્ષાના ૭૬માં વન મહોત્સવમાં પર્યાવરણના સંરક્ષણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પર્યાવરણના સંરક્ષણ માટે રાખવાની થતી તકેદારી અંગે પ્રેરિત કરતું લઘુ નાટક તથા શિવા હાઈસ્કૂલની શાળાના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.