ભાવનગરમાં નવા એસપી તરીકે નિતેશ પાંડેએ ચાર્જ સંભાળતા ની સાથે જ બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ભાવનગર શહેરના દારૂનો પીઠું ગણાતા આડોડિયા વાસ વિસ્તારમાં આજે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે જુદી જુદી આઠ જગ્યાએ રેડ કરી પાંચ મહિલાઓને ઝડપી લઇ દેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.