જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામથી વાવડી ગામ તરફ જતા માર્ગ પર આવેલા પુલને લીધે રસ્તા પર ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ઘણા સમયથી આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવતું નથી, અનેક વાહન ચાલકોના અકસ્માત સર્જાય છે, વહેલી તકે રસ્તાનો સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે