ચોટીલા મૂળી તાલુકાના શેખપર ગામે હાઈવે પર સરકારી જમીનમાં દબાણ કરાતા તંત્ર દ્વારા અનેક વખત નોટિસ આપવા છતા કોઇ કાર્યવાહી કરાઈ ન હતી. આથી શનિવારે સાંજે જેસીબી મશીન દ્વારા હોટલનું બાંધકામ તોડી પડાયું હતું.મૂળી તાલુકાના શેખપર ગામે બસ સ્ટેન્ડની બાજુમાં છેલ્લાં ઘણા સમયથી શેખપરના કેટલાક શખસો દ્વારા સરકારી ખરાબાની જગ્યા પર દબાણ કરી હોટલ ખડકી દેવાઈ હતી. ત્યારે આ અંગે મૂળી મામલતદાર આર.ડી.પટેલને ધ્યાને આવતા કાર્યવાહી કરી દબાણ દૂર કરવા હુકમ કરાયો હતો.